Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મેસ્સીનો કલાસીક ગોલ, આર્જેન્ટીના- ચિલીનો મેચ ડ્રોઃ પારગ્વેની જીત

નવીદિલ્હીઃ કોપા અમેરિકા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં મેસ્સીની મેજિકલ ફ્રિ કીકને સહારે આર્જેન્ટીનાએ ચિલી સામેની મેચમાં ૧-૦થી સરસાઈ હાંસલ કરી લીધી હતી. જોકે વર્ગાસના કલાસિક હેડર ગોલને સહારે ચિલીએ મેચને આખરે ૧-૧થી ડ્રોમાં ખેંચી હતી. આર્જેન્ટીનાના ગોલ કિપર માર્ટિનેઝે અસરકારક દેખાવ કરતાં વિડાલની પેનલ્ટી કીકને ગોલમાં જતી અટકાવી હતી. જોકે રિબાઉન્ડ થઈને આવેલા બોલને વર્ગાસે હેડર વડે ગોલમાં મોકલી આપ્યો હતો અને મેચ આખરે ૧-૧થી ડ્રો થઈ હતી.

પારાગ્વેએ ૩-૧થી બોલિવિયાને પરાસ્ત કર્યું હતુ. મેચમાં શરૂઆતની ૧૦મી મિનિટે જ બોલિવિયાને પેનલ્ટી મળી હતી અને એરવિન સાવેડ્રાએ ગોલ ફટકારતાં ટીમને સરસાઈ અપાવી હતી. જોકે બીજા હાફમાં ૬૨મી મિનિટે એલેજાન્દ્રો રોમેરોએ અને ત્યાર બાદ એંજલ રોમેરોએ ૬૫મી તેમજ ૮૦મી મિનિટે ગોલ ફટકારતાં ટીમને ૩-૧થી નાટકીય જીત અપાવી હતી.

(3:23 pm IST)