Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ટીમ ઇન્ડિયા બાયોબબલમાં : ન્યુઝીલેન્ડના ખેલાડીઓ ગોલ્ફ રમતા હતા

બાયોબબલમાં બંને ટીમો વચ્ચે ભેદભાવવાળી નિતિ : BCCI આઇસીસીને ફરીયાદ કરશે : બોલ્ટ, સાઉથી, નિકોલ્સ, સેન્ટનર, મિશેલ ગોલ્ફ કોર્ષમાં ગોલ્ફ રમતા જોવા મળતા ભારતના ટીમ મેનેજમેન્ટે નારાજગી દર્શાવી

નવી દિલ્હીઃ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન  જંગ આડેના હવે બે દિવસ બાકી છે. ભારતીય ટીમ મેનેજમેન્ટે આ પહેલા ICC દ્વારા લાગુ કરવામાં આવેલા ચુસ્ત બાયોબબલ નિયમોને લઇને નારાજગી દર્શાવી છે. ન્યુઝીલેન્ડના છ સભ્યો નજીકમાં આવેલા ગોલ્ફ કોર્સ માં જઇ રહ્યા છે. જ્યારે ભારતીય ખેલાડીઓ પરિવાર સાથે હોટલમાં રહી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસનુસાર, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી, હેન્રી નિકોલ્સ, મિશેલ સેંન્ટનર, ડેરિલ મિશેલ અને ફિઝીયો ટોય સિમસેક ગોલ્ફ કોર્સ ગયા હતા.જેને લઇને ભારતીય ટીમ મેનેજમેન્ટે નારાજગી વ્યકત કરી છે. ટીમ મેનેજમેન્ટ આ મામલે ICC ને ફરીયાદ કરશે.

ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અને ફિઝીયો જે ગોલ્ફ કોર્સમાં ગયા હતા, તે એજીસ બોલ એરિયામાં આવેલુ છે. જોકે ભારતીય ટીમનુ કહેવુ છે કે, નિયમ બંને ટીમો માટે એક સમાન હોવા જોઇએ. એક ભારતીય ખેલાડીએ કહ્યુ હતું, ખેલાડીઓ અને તેમના પરિવારને કહેવામાં આવ્યુ છે કે, હોટલના તેમના સંબંધિત ફ્લોરથી બહાર ના નિકળવું. જ્યાં સુધી મેદાનમાં ના જવાનુ હોય ત્યાં સુધી આ નિયમને અનુસરવુ. જોકે સવારે અમને ખ્યાલ આવ્યો કે, ન્યુઝીલેન્ડના ખેલાડી ગોલ્ફ કોર્સમાં રમવા માટે ગયા હતા.જોકે ICC એ કહ્યુ હતું કે, બાયોબબલનું કોઇ ઉલ્લંઘન થયુ નથી. હવે ભારતીય ટીમે પોતાનો કવોરન્ટાઇ પિરીયડ પુર્ણ કરી લીધો છે. માટે હવે તે બાયો સિક્યોર બબલની આસપાસ આઝાદ થઇ ફરી શકશે, જેમાં ગોલ્ફ રમવુ પણ સામેલ છે. ન્યુઝીલેન્ડની પુરી ટીમ બે ટેસ્ટની સિરીઝ માટે ECBના બાયો સિક્યોર એન્વાયરમેન્ટમાં હતી. તેમને  ICC ના બાયોબબલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

(3:24 pm IST)