Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઈંગ્લેન્ડની B ટીમ વિરૂદ્ધ પાકિસ્તાનનનો 3-0થી ભૂંડો પરાજય : સરફરાઝ અહમદ અને શાદાબ ખાન વચ્ચે કેચને લઈને બોલાચાલી

શાદાબે ડાઈવ મારીને કેચ પકડી લીધો. ત્યારબાદ તેની પ્રશંસા કરવાને બદલે સરફરાઝ ગુસ્સે થઇ ગયો

ઈંગ્લેન્ડની B ટીમ વિરૂદ્ધ પાકિસ્તાનન 3-0થી શરમજનક રીતે હાર્યું છે. છેલ્લી વનડેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ અને શાદાબ ખાન વચ્ચે કેચને લઈને બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મેચમાં સરફરાઝને તક મળી ન હતી અને તે સબ્સ્ટિટ્યૂટ કીપર તરીકે ફીલ્ડીંગ કરવા આવ્યો હતો. પરંતુ તેમના ખોટા કોલને કારણે એક આસાન કેચ છૂટવાનો હતો, પરંતુ પોઈન્ટમાં ઊભેલા શાદાબે ડાઈવ મારીને કેચ પકડી લીધો. ત્યારબાદ તેની પ્રશંસા કરવાને બદલે સરફરાઝ ગુસ્સે થઇ ગયો હતો.

(12:25 pm IST)