Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

પાકિસ્તાનના બે ખેલાડીઓ મેદાન ઉપર જ બાખડયા

શાદાબે ડાઇવ લગાવી કેચ પકડયો, તેની પ્રશંસા કરવાને બદલે સરફરાઝ ભડકયો

 નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની બી ટીમ વિરૂદ્ધ પાકિસ્તાન ૩-૦થી શરમજનક રીતે હાર્યું છે. છેલ્લી વનડેમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહમદ અને શાદાબ ખાન વચ્ચે કેચને લઈને બોલાચાલી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મેચમાં સરફરાઝને તક મળી ન હતી અને તે સબ્સ્ટિટ્યૂટ કીપર તરીકે ફીલ્ડીંગ કરવા આવ્યો હતો. પરંતુ તેમના ખોટા કોલને કારણે એક આસાન કેચ છૂટવાનો હતો, પરંતુ પોઈન્ટમાં ઊભેલા શાદાબે ડાઈવ મારીને કેચ પકડી લીધો. ત્યારબાદ તેની -શંસા કરવાને બદલે સરફરાઝ ગુસ્સે થઇ ગયો હતો.

  ૪૫મી ઓવરમાં હરીસ રઉફ બોલિંગ કરવા આવ્યો. તેના પહેલાં જ બોલે લુઇસ ગ્રેગરીએ જોરદાર શોટ ફટકારવા જતા ઊંચો શોટ રમી બેઠો. વિકેટકીપર સરફરાઝ અને પોઈન્ટ પર ઊભેલા શાદાબ બંને કેચ પકડવા માટે દોડ્યા હતા. આ દરમ્યાન શાદાબ સતત સરફરાઝ પર નજર લગાવીને ઊભો હતો અને કોલની વેટ કરી રહ્યો હતો. પરંતુ સરફરાઝની નજર તેના પર ન પડી અને ન તો તેને શાદાબને કોઈ કોલ આપ્યો. આગળ વધતા વધતા સરફરાઝે જ્યારે સામેથી શાદાબને આવતો જોયો તો તે રોકાય ગયો. અંતે શાદાબે જેમ તેમ કરીને ડાઈવ મારીને કેચ પકડ્યો. આ -કારના કેચ મોટા ભાગે વિકેટકીપર જ પકડતા હોય છે. પરંતુ સરફરાઝની ભૂલ ટીમને ભારે પડી હોત.

  ત્યારબાદ શાદાબે તેનો વિરોધ કર્યો તો સરફરાઝે તેના પર જ ગુસ્સે થઈ બુમો પાડવા લાગ્યો અને તેને ખીજાવવા લાગ્યો, પરંતુ શાદાબે કંઈ જ ન કહ્યું અને ટીમની સાથે વિકેટ સેલિબ્રેટ કરવા લાગ્યો. જો કે આ વિકેટથી પાકિસાતનની ટીમને કોઈ જ ફરક ન પડ્યો અને ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ૩ વિકેટથી હરાવી. જેમ્સ વિંસે ૧૦૨ રનની જોરદાર ઈનિંગ રમ્યો હતો. 

(3:41 pm IST)