Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મુરલી વિજયના કેરીયર પર પૂર્ણવિરામ?: હવે ટીમમાં સ્થાન મેળવવું અશકય

રોહિત- રાહુલ ઓપનિંગમાં ફીટ બેસી જતાં : ૬૧ ટેસ્ટમાં ૩૯૮૨ રન બનાવ્યા છે, વન-ડે અને ટી-૨૦માં કઈ ખાસ ઉકાળી શકયો નથી

નવીદિલ્હીઃ ભારતીય ટેસ્ટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય એક સમયે ટીમ ઈન્ડિયાનો સૌથી ભરોસાપાત્ર ઓપનર હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. ડિસેમ્બર ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુરલી વિજયે પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ પહેલા મયંક અગ્રવાલ અને ત્યારબાદ રોહિત શર્માએ ટીમમાં પૂરેપૂરી રીતે પત્તુ સાફ કરી દીધુ. હવે એવું લાગે છે કે વિજયને ક્યારેય ટીમમાં ફરીથી જગ્યા મળી શકશે નહીં.

મુરલી વિજયે ટેસ્ટ ક્રિકેટમાં કુલ ૬૧ મેચ રમી જેમાં ૩૯૮૨ રન કર્યા. તેણે ૧૨ સદી ફટકારી. વનડે અને ટી૨૦ ક્રિકેટમાં તેને વધુ તક મળી નહીં અને તે કઈ ખાસ ઉકાળી પણ શકયો નહીં. છેલ્લા ૩ વર્ષથી તે ટીમમાંથી બહાર છે.

(3:23 pm IST)