Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મહિલા વન-ડે રેન્કીંગમાં મિતાલી અને લિઝેલ ટોચના સ્થાને

ઝૂલન પાંચમા અને પૂનમ યાદવ નવમાં સ્થાને

નવીદિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ મેચમાં અડધી સદી ફટકારનાર દક્ષિણ આફ્રિકાના ઓપનર લિઝેલ લી, ભારતીય કેપ્ટન મિતાલી રાજ સાથે સંયુકત રીતે જાહેર થયેલી આઈસીસી મહિલા વનડે રેન્કિંગમાં ટોચના સ્થાને છે.

ભારતના અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામી અને વરિષ્ઠ સ્પિનર પૂનમ યાદવે બોલરોની યાદીમાં અનુક્રમે પાંચમું અને નવમું સ્થાન, દિપ્તિ શર્મા ઓલરાઉન્ડર્સની યાદીમાં પાંચમા તેમજ બેટ્સમેન શેફાલી વર્મા ૭૫૯ પોઈન્ટ સાથે ટી૨૦ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. તેના પછી ઓસ્ટ્રેલિયાની બેથ મૂની (૭૪૪) અને ભારતની ટી૨૦ વાઈસ કેપ્ટન મંધાના (૭૧૬) છે.

(3:23 pm IST)