Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કોહલીની ટીમ આઇપીએલમાં કેકેઆર સામેના મેચમાં લાલને બદલે વાદળી જર્સી પહેરશે

RCB ની કોરોના વોરિયર્સને સલામ

મુંબઈ, તા.૧૬: IPL-14 ના તબક્કા -૨ ની શરૂઆત પહેલા, રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ચાહકો માટે એક મોટું અપડેટ બહાર આવી રહ્યું છે. ૨૦ સપ્ટેમ્બરે KKR સામે રમાનારી મેચમાં RCB ટીમ લાલને બદલે વાદળી જર્સી પહેરશે.

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે વાદળી જર્સી પહેરશે. RCBએ ટ્વિટ કરીને લખ્યું ૨૦ સપ્ટેમ્બરે આરસીબી વાદળી જર્સી પહેરીને કેકેઆર સામે મેદાનમાં ઉતરશે. અમે આરસીબીમાં બ્લુ જર્સીને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. આ જર્સી PPE કીટના વાદળી રંગ જેવી હશે.

આ રંગીન જર્સી દ્વારા, અમે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન યુદ્ધના ધોરણે કામ કરતા અમારા ફ્રન્ટલાઈન યોદ્ધાઓને ટેકો આપવા માંગીએ છીએ.

આઈપીએલ ૨૦૨૧ ફેઝ -૧ દરમિયાન પણ, આરસીબી ટીમ ૩ મેના રોજ કેકેઆર સામેની મેચમાં વાદળી જર્સીમાં જોવા જઈ રહી હતી, પરંતુ કોવિડ -૧૯ ના કારણે ટૂર્નામેન્ટને અધવચ્ચે સ્થગિત કરી દેવામાં આવી હતી. RCBએ તે સમયે બેંગલુરુ અને અન્ય શહેરોને ૧૦૦ વેન્ટિલેટર અને ૧૦૦ ઓકિસજન કોન્સન્ટ્રેટર્સનું દાન કરવાની પણ જાહેરાત કરી હતી.

(3:24 pm IST)