Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સાનિયા-ઝાંગની જોડી લક્ઝમબર્ગ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં

નવી દિલ્હી: ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેની ભાગીદાર શુઆઈ ઝાંગે લક્ઝમબર્ગ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની મહિલા ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સાનિયા અને ઝાંગે બુધવારે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીની તાઇસિયા મોર્ડર્જર અને યાના મોર્ડેર્ગરને 6-2, 6-3થી હરાવ્યા હતા. સાનિયા મિર્ઝા છ વખતની ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ચેમ્પિયન છે, જ્યારે શુઆઈ ઝાંગે ઓસ્ટ્રેલિયાની સામન્થા સ્ટોસુર સાથે 2021 યુએસ ઓપનમાં તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું હતું. લક્ઝમબર્ગ ઓપનમાં ભારત-ચીની જોડીને બીજો ક્રમાંક મળ્યો છે. સાનિયા મિર્ઝા અને શુઆઈ ઝાંગ હવે અંતિમ આઠમાં બેલ્જિયમની ગ્રીટ મિનેન અને એલિસન વેન યુટવાંક સામે ટકરાશે.

(6:02 pm IST)