Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ICCની T-20 વર્લ્ડ કપ ટીમમાં એકપણ ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર સામેલ નથી

ટીમ ઈન્ડિયા માટે શરમજનક દિવસ

નવીદિલ્હીઃ વ્૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાને વધુ એક શરમજનક દિવસનો સામનો કરવો પડી રહ્યો છે. ICCએ ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ T20 વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ પ્લેઈંગ-૧૧ની જાહેરાત કરી દીધી છે. ICCએ આ ટીમમાં એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ કરાયો નથી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને ICC દ્વારા પોતાની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઇયાન બિશપ, શેન વોટ્સન, નતાલી જર્મનોસ, પત્રકાર લોરેન્સ બૂથ અને પત્રકાર શાહિદ હાશ્મીની બનેલી ICC પેનલે આ ખેલાડીઓની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ માટે પરસ્પર પસંદગી કરી હતી.

 ICC ટી ઓફ ધ ટુર્નામેન્ટ

ડેવિડ વોર્નર, જોસ બટલર, બાબર આઝમ (C), ચરિથ અસલંકા, એડન માર્કરામ, મોઈન અલી, વાણિન્દુ હસરાંગા, એડમ ઝેમ્પા, જોશ હેઝલવુડ, ટ્રેન્ટ બોલ્ટ, એનરિક નોર્ત્યા. ૧૨મો ખેલાડી- શાહીન શાહ આફ્રિદી.

(2:28 pm IST)