Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

બિગ બેશ લીગમાં રમી રહેલા ખેલાડીઓને પાક. એ પરત બોલાવી લીધા

નવી દિલ્હી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેશ લીગ (બીબીએલ)ને મોટો ઝટકો આપ્યો છે. પીસીબીએ લીગમાં રમી રહેલા તેના ખેલાડીઓ માટે એક આદેશ જારી કર્યો છે. અને તાત્કાલિક પરત બોલાવી લીધા છે.

હકીકતમાં, પાકિસ્તાનના ઘરેલુ ટુર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની ૭મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. આ કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તરત જ પોતાના ખેલાડીઓને પીએસએલ રમવા માટે પાછા બોલાવ્યા છે. પાકિસ્તાન સુપર લીગ ૨૭ જાન્યુઆરીથી શરૂ થશે. પીસીબી ઇચ્છે કે ખેલાડીઓને ટુર્નામેન્ટની તૈયારી માટે પૂરો સમય મળે તે માટે પહેલાથી જ બોલાવવામાં આવ્યા છે.

(2:28 pm IST)