Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

BCCI ઈચ્છે છે કે ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન હોય : રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન બનશે તે દક્ષિણ આફ્રિકાની વનડે શ્રેણી બાદ સત્તાવાર જાહેરાત કરી શકે

કેએલ રાહુલ, ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ વાઇસ-કેપ્ટન બને તેવી શક્યતા

નવી દિલ્હી તા.૧૭ વિરાટ કોહલી બાદ હવે BCCI જલ્દી ટેસ્ટ કેપ્ટન વિશે જાહેરાત કરી શકે છે.  સમાચાર અનુસાર, BCCI ઈચ્છે છે કે ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન હોય આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા પણ ટેસ્ટ કેપ્ટન બનશે.  તે દક્ષિણ આફ્રિકાની વનડે શ્રેણી બાદ સત્તાવાર જાહેરાત કરી શકે છે.

    બીસીસીઆઈના અધિકારીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે રોહિત શર્માને ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવશે તેમાં કોઈ શંકા નથી.  રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, તેથી તે કેપ્ટન બનવા માટે તૈયાર છે.  આ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.  રોહિત પર કામનો બોજ ઘણો રહેશે, તેણે પોતાની જાતને ખૂબ જ ફિટ રાખવી પડશે.  મને લાગે છે કે પસંદગીકારોએ તેની સાથે વાત કરી હશે.  તેણે પોતાની ફિટનેસ પર વધુ મહેનત કરવી પડશે.

    અહેવાલો અનુસાર, પસંદગીકારો રોહિત શર્મા સાથે વર્કલોડ અને ફિટનેસ સંબંધિત મુદ્દાઓ પર વાત કરશે.  બીસીસીઆઈના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 'વર્કલોડ ઘણો વધારે છે.  રોહિત શર્માએ પોતાને ફિટ રાખવાની છે.  મને લાગે છે કે પસંદગીકારો તેની સાથે વાત કરશે અને તેણે ફિટનેસ પર વધારાનું કામ કરવું પડશે.

  વાઇસ કેપ્ટન કોણ હશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.  કેએલ રાહુલ, ઋષભ પંત અને બુમરાહને ભાવિ કેપ્ટન બનાવવાની યોજના છે.  આમાંથી કોને વાઇસ કેપ્ટન બનાવવામાં આવશે તે હજુ નક્કી નથી થયું.  બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, “કોણ વાઇસ-કેપ્ટન બનશે તે ટીમ ઈન્ડિયાનો ભાવિ નેતા હશે, કેએલ રાહુલ, ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ તમામ ભાવિ નેતા છે.

(4:27 pm IST)