Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ઓસ્ટ્રેલિયન ઓપન 2022માં નહીં રમી શકે નોવાક જોકોવિચ : 3 વર્ષનો લાગી શકે છે પ્રતિબંધ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયન ઓપન 2022ના આયોજકોએ થોડા કલાકો પહેલા જ માહિતી આપી હતી કે વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ટૂર્નામેન્ટમાં રમશે. સોમવારે નોવાક જોકોવિચનો પ્રથમ મુકાબલો સર્બિયાના ખેલાડી સાથે થવાનો હતો, પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે નોવાક જોકોવિચને સ્વદેશ પરત ફરવું પડશે. નોવાક જોકોવિચનો વિઝા ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા બીજી વખત રદ કરવામાં આવ્યો હતો અને તે તેની સામે કોર્ટમાં ગયો હતો, પરંતુ તે કોર્ટમાં કેસ હારી ગયો હતો. હવે તેને મેલબોર્નથી દેશનિકાલ કરવામાં આવશે.

(5:27 pm IST)