Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

બેન સ્ટોક્સએ IPL 2022માં ભાગ લેશે નહીં: મેગા ઓક્શનમાં નહિ મોકલે નામ

બેન સ્ટોક્સ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઈંગ્લેન્ડની ટીમની સાથે રહેશે:પ્રવાસ માર્ચના અંતમાં સમાપ્ત થશે

મુંબઈ :બેન સ્ટોક્સ IPL 2022માં ભાગ લેશે નહીં. તેણે IPL 2022 મેગા ઓક્શન માટે નામ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. તેઓ ઈંગ્લેન્ડની ટીમની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પગલું લઈ રહ્યા છે. તે ઈંગ્લેન્ડનો બીજો એવો ક્રિકેટર છે જે આઈપીએલમાં ભાગ લઈ રહ્યો નથી. તેના પહેલા જો રૂટે પણ હાજરી ન આપવાનો નિર્ણય લીધો હતો. બેન સ્ટોક્સ IPL 2021ની અડધી સિઝનમાં પણ રમ્યો ન હતો. ત્યારબાદ ઈજાના કારણે તેને અધવચ્ચે જ જવું પડ્યું હતું. ત્યારપછી રમતમાંથી વિરામ લેવાને કારણે તે બીજા હાફનો ભાગ બની શક્યો ન હતો. આંગળીમાં ઈજાના કારણે તેને ટૂર્નામેન્ટ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. તે રાજસ્થાન રોયલ્સનો એક ભાગ હતો. જો કે, IPL 2021 પછી, આ ટીમે બેન સ્ટોક્સને જાળવી રાખ્યો નથી

બ્રિટનની વેબસાઈટ ધ ક્રિકેટરના રિપોર્ટ અનુસાર બેન સ્ટોક્સ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઈંગ્લેન્ડની ટીમની સાથે રહેશે. આ પ્રવાસ માર્ચના અંતમાં સમાપ્ત થશે પરંતુ તે પછી સ્ટોક્સ મુક્ત રહેશે. આ પ્રવાસ બાદ ઈંગ્લેન્ડે જૂનમાં ન્યુઝીલેન્ડ સામે તેના ઘરે ટેસ્ટ શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં માર્ચથી જૂન વચ્ચે સ્ટોક્સ ડરહામ તરફથી કાઉન્ટી ક્રિકેટમાં રમી શકે છે.

IPL 2017 દરમિયાન બેન સ્ટોક્સને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પછી રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટનો ભાગ હોવા છતાં, તેણે જબરદસ્ત ઓલરાઉન્ડ રમત બતાવી. તેણે ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી. તે પછી તે રાજસ્થાન રોયલ્સનો ભાગ બન્યો. તે 2018 થી આ ટીમનો ભાગ હતો. રાજસ્થાને તેમના માટે 14 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જો કે, તે આ ટીમ માટે વધુ અજાયબી કરી શક્યો ન હતો.

(11:05 pm IST)