Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વિરાટ એક મેચમાં સસ્પેન્ડ થશે?

રૂટ આઉટ હોવા છતાં તેને નોટઆઉટ જાહેર કરાતા વિરાટ અમ્પાયર સાથે બાખડી પડ્યો હતો : જો કે આઈસીસીએ સજા આપી નથી

ચેન્નાઈ : ભારત અને ઇંગ્લેંડ  વચ્ચેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ચેન્નાઇમાં કેપ્ટન વિરાટ કોહલી અંપાયર સાથે ઝઘડી પડ્યો હતો. મેચના ત્રીજા દીવસે કોહલી ઓનફિલ્ડ અંપાયર નિતિન મેનન ની સાથે બાખડ્યો હતો. જો રૂટ ની સામે DRS લીધા બાદ થર્ડ અંપાયર કોલનો નિર્ણય આપ્યો હતો. જેના થી જો રુટને જીવતદાન મળી ગયુ હતુ. હકીકતમાં આ પહેલા બીજી ઇનીંગમાં વિરાટ કોહલીને પણ આ જ રીતે આઉટ આપવામાં આવ્યો હતો. જે પ્રકારના બોલ પર જ રુટને નોટ આઉટ આપ્યો હતો. રિવ્યુ બાદ થર્ડ અંપાયરનો નિર્ણય આવવા બાદ વિરાટ કોહલી અંપાયર મેનન સાથે ઘર્ષણ જેવી સ્થીતીમાં આવી ગયો હતો.

વિરાટ અને મેનન વચ્ચેનો આ તણાવ કેટલીક વાર ચાલ્યો હતો. અંપાયર ના નિર્ણય પર નારાજગી દર્શાવવી અથવા તેની પર ઝઘડવુ આઇસીસીના કોડ ઓફ કંડકટ ના આર્ટીકલ ૨.૮ મુજબ આવે છે. જેનને લઇને ખેલાડી પર લેવલ ૧ અથવા લેવલ ૨ ના ચાર્જ લાગી છે. આ માટે ખેલાડીના ખાતામાં ચાર ડિમેરિટ પોઇન્ટ ઉમેરાઇ શકે છે. તો તેને એક ટેસ્ટ અથવા બે વન ડે કે પછી બે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી સસ્પેંશન આપવામાં આવી શકે છે.

વિરાટ ના ખતામાં પહેલા થી જ બે ડિમેરિટ પોઇન્ટસ છે. જો તેના ખાતમાં વધુ બે અથવા તેથી વધુ ડિમેરિટ પોઇન્ટસ મળે છે, તો તેને એક ટેસ્ટ મેચ થી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. મેચના ચોથા દિવસે ટીમ ઇન્ડીયાએ ૩૧૭ રન થી જીત નોંધાવી હતી. આઇસીસી એ હજુ સુધી તેને લઇને વિરાટ કોહલીની સજા સંભળાવી નથી.

(12:47 pm IST)