Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

હું હવે કોરોના નેગેટિવ છું : હરમનપ્રીત કૌર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ટી-૨૦ના કેપ્ટન હરમનપ્રીતે ટવીટ કરીને જણાવ્યું કે 'મને એ જણાવતા ખૂબ ખુશી થઇ રહી છે કે હું હવે કોરોના નેગેટિવ છું. હું સૌને કહેવા માગું છું કે પોતાનું થોડુ વધારે ધ્યાન રાખો. આ વાયરસ ખરેખર ઘણો ખતરનાક છે.

(3:57 pm IST)
  • ભારતમાં ૨૪ કલાકમાં ૨.૩૪ લાખ 'એવર-હાઈ' કોરોના કેસ: અમેરિકામાં ૮૨ હજાર અને બ્રાઝિલમાં ૭૬ તથા ફ્રાન્સમાં ૩૬ હજાર કોરોનાના નવા કેસ નોંધાયા: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ભયાનક ફૂંફાડો: ગુજરાતમાં અમદાવાદમાં ૨૮૪૨, સુરતમાં ૧૫૨૨, રાજકોટ ૭૦૭ અને વડોદરા ૪૨૯ કોરોના કેસ સાથે કોરોનાથી થરથર ધ્રૂજે છે access_time 11:05 am IST

  • કુંભમાંથી પાછા ફરનારા શ્રદ્ધાળુઓ માટે મુંબઇમાં સખત રીતે કવોરન્ટાઈનનું પાલન કરાવાશે : મુંબઈના મેયરે કહ્નાં છે કે કુંભમેળામાંથી પાછા ફરી રહેલા શ્રદ્ધાળુઓ માટે કડક રીતે કવોરન્ટાઈનનો અમલ કરાવાશે : કુંભ મેળામાંથી પાછા ફરનારા લોકો માટે તેમણે કડક પગલાઓની જાહેરાત પણ કરી હતી access_time 2:03 pm IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના સંક્રમણમાં આંશિક રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 412 અને ગ્રામ્યના 82 કેસ સાથે કુલ 494 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:09 pm IST