Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

સાહા અને પ્રસિધ્ધ હજુ સુધી કોરોના પોઝીટીવઃ રાહુલ પણ એપેન્ડીસાઇટીસથી ઝઝુમી રહયો છે

૧૯મી પહેલા આ ખેલાડીઓ ફિટ થઇ જશે ?

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ની સમસ્યાઓ વધી શકે છે. પ્રવાસ માટે પસંદ કરેલા રિદ્ધિમાન સાહા, લોકેશ રાહુલ અને પ્રસિદ્ધ કૃષ્ણ હજી સુધી અનફિટ છે. ફિટનેસ ટેસ્ટ બાદ જ તેઓને ટીમમાં સામેલ કરવામાં આવશે. તે જ સમયે, બીસીસીઆઈએ ૧૯ મે સુધીમાં તમામ ખેલાડીઓને બાયો-બબલમાં પ્રવેશવાની સૂચના આપી છે.  તેમાં એવી સૂચના પણ આપવામાં આવી છે કે જો કોઈ ખેલાડી બબલમાં પોઝિટિવ આવે છે તો તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. આવી સ્થિતિમાં, સવાલ ઉભો થાય છે કે શું આ ખેલાડીઓ ૧૯ મે પહેલા પોતાની ફિટનેસ સાબિત કરી શકશે કે નહીં? જો નહીં, તો શું બીસીસીઆઈ આ ખેલાડીઓને કોઈ છૂટછાટ આપશે? આ જોવા જેવી બાબત હશે. 

(11:36 am IST)