Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કોરોનાને કારણે ઓસ્ટ્રેલિયાને ભારતમાં યોજાનારા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપમાંથી બહાર

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે COVID-19 સાથે જોડાયેલા સરકારી મુસાફરી પ્રતિબંધોને કારણે આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપ સહિતની ઘણી FIH (ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન) ટૂર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. જુનિયર મેન્સ વર્લ્ડ કપ આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં રમાશે. તેની મેચનું સ્થળ હજુ સુધી કન્ફર્મ થયું નથી. હોકી ઓસ્ટ્રેલિયાએ પણ જાહેરાત કરી હતી કે તેમની ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ટીમ અને તેમનો હરીફ ન્યૂઝીલેન્ડ પણ આવતા મહિને શરૂ થનારી પ્રો લીગની ત્રીજી સિઝનમાં ભાગ નહીં લે.

(5:53 pm IST)