Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

શરથ શ્રીધરન ઓલ ઇન્ડિયા જુનિયર સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તમિલનાડુના ભૂતપૂર્વ કેપ્ટન શરથ શ્રીધરનને ઓલ ઇન્ડિયા જુનિયર સિલેક્શન કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.BCCI એ શુક્રવારે ઓલ ઇન્ડિયા જુનિયર સિલેક્શન કમિટીની નિમણૂકની જાહેરાત કરી હતી. સમિતિમાં અધ્યક્ષ શરથ શ્રીધરન (દક્ષિણ ઝોન), પથિક પટેલ (પશ્ચિમ ઝોન), રણદેબ બોઝ (પૂર્વ ઝોન), કિશન મોહન (ઉત્તર ઝોન) અને હરવિંદર સિંહ સોઢી (મધ્ય ઝોન) નો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, તમિલનાડુના ભૂતપૂર્વ કેપ્ટન શરથ શ્રીધરન સમિતિના અધ્યક્ષ હશે.

(5:53 pm IST)