Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ૠષભ પંત આઇસીસી રેન્કિંગમાં ૧૧માં સ્થાને : ૨ વર્ષમાં એવું કરી બતાવ્યું જે ધોની પોતાની સમગ્ર કારકિર્દીમાં ન કરી શકયો

નવી દિલ્હી,તા. ૧૮: આંતરરાષ્ટય ક્રિકેટ પરિષદની વિશ્વ રેંકિંગમાં બેટ્સમેનના લિસ્ટમાં ૠષભ પંત ૧૧મા સ્થાને પહોંચી ગયો છે.

ૠષભ પંતના ૭૧૫ પોઇન્ટ છે અને તે પહેલા વિકેટકિપર છે જેણે ૭૦૦ અંકનો આંકડો પાર કરી લીધો છે. ભારતના પૂર્વ મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ રેટિંગ ૬૬૨ સુધી જ પહોંચી શક્યા છે. તેમના સિવાય ફરૂખ એન્જીનીયરના ૬૧૯ અંક હતા. ધોનીની આ રેટિંગ સાથે તે ૧૯મા સ્થાન પર છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પંત જબરજસ્ત ફેર્મમાં રહ્યો હતો. સિડની ટેસ્ટમાં પંતે ચોથી ઇનીંગમાં ૮૭ રન કર્યા હતા જેના કારણે ભારત તે ટેસ્ટ ડ્રો કરાવવામાં સફ્ળ રહ્યો હતો. તે બાદ બ્રિસબેનમાં ૮૯ રન કર્યા હતા અને જીત હાંસલ કરવામાં મોટી મદદ કરી હતી. ઇન્ગલેન્ડ વિરુદ્ઘ પણ  પહેલી ટેસ્ટમાં ૯૧ રન કર્યા હતા. જે બાદ ચેન્નઇમાં રમાઇ રહેલી બીજી મેચમાં ૭૭ બોલમાં ૫૮ રન બનાવ્યા હતા.

(4:13 pm IST)