Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

IPL-2021 હરાજીમાં ગુજરાતીઓનો દબદબો : ચેતેશ્વર પૂજારાનો 6 વર્ષ પછી થયો સમાવેશ

લુકમાન હુસૈન મેરીવાલા, ઓલ રાઉન્ડર રિપલ પટેલ અને ચેતન સાકરિયા આઈપીએલમાં હીર ઝળકાવશે

મુંબઈ : IPL 2021 માટે હરાજી યોજાઇ હતી. આ હરાજીમાં ગુજરાતીઓનો દબદબો જોવા મળ્યો હતો. ચેતેશ્વર પૂજારાને ધોનીની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સે તેની બેસ પ્રાઇઝમાં ખરીદ્યો હતો.

ચેતેશ્વર પૂજારાને આઇપીએલની હરાજીમાં ચેન્નાઇ સુપરકિંગ્સે ખરીદતાની સાથે જ અન્ય ફ્રેન્ચાઇઝીઓએ તાળીઓ પાડી હતી. ચેતેશ્વર પૂજારા 6 વર્ષ પછી આઇપીએલમાં રમતો જોવા મળશે. વર્ષ 2014થી લઇને 2020 સુધી આઇપીએલમાં પૂજારા ખરીદવામાં કોઇ પણ ટીમે રસ દાખવ્યો નહતો.

પૂજારા વર્ષ 2008થી 2010 સુધી કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ રહ્યો હતો. તે બાદ તે 2011થી 2013 સુધી આરસીબી માટે રમતો હતો અને 2014માં તે કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે રમતો હતો. પૂજારા ચેન્નાઇ સુપરકિંગ્સમાં સામેલ થયા બાદ ટીમનો મિડલ ઓર્ડર મજબૂત બનશે

ગત આઇપીએલની રનર્સ અપ ટીમ દિલ્હી કેપિટલ્સે પણ બે ગુજરાતી ક્રિકેટરો પર પસંદગી ઉતારી હતી. દિલ્હી કેપિટલ્સે વડોદરા તરફથી રમતા લુકમાન હુસૈન મેરીવાલાને બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીએ ઓલ રાઉન્ડર રિપલ પટેલને પણ 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સમાવ્યો હતો

કોલકાતા નાઇટ રાઇડર્સે શેલ્ડન જેક્સનને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ શેલ્ડન જેક્સન કોલકાતા નાઇટ રાઇડર્સમાં હતો. જોકે, તેને એક પણ મેચ રમવાની તક મળી નહતી. સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છ

(8:47 pm IST)