Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

અર્જૂન તેંડૂલકરને મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખમાં ખરીદ્યો : પિતાની ચેમ્પિયન ટીમ વતી રમશે પુત્ર

21 વર્ષના અર્જુન તેંડુલકર પર બધાની નજરો મંડરાયેલી રહેશે

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માટે ખેલાડીઓની નીલામી ચેન્નાઈમાં થઈ છે. ક્રિસ મોરિસ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તે 16.25 કરોડમાં વેચાયો છે. તેમને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. જ્યારે ગ્લેન મેક્સવેલ 14.25 કરોડમાં વેચાયો છે. તેને આરસીબીએ ખરીદ્યો છે. આ વચ્ચે સચિન તેંડૂલકરના પુત્ર અર્જૂન તેંડૂલકરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો છે.

ક્રિકેટર સચિન તેંડૂલકરના પુત્ર અર્જૂન તેંડૂલકરને મુંબઈ ઈન્ડિયન્સને 20 લાખમાં ખરીદ્યો છે. 21 વર્ષના આ ખેલાડી પર બધાની નજરો બનેલી છે. અર્જૂન તેંડૂલકર હવે પોતાના પિતાની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સચિન તેંડૂલકર લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રહ્યા. સચિને આઈપીએલની ચાર સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટનસી કરી હતી. જોકે, તેઓ પોતાની કેપ્ટનસીમાં મુંબઈને આઈપીએલમાં ટ્રોફી અપાવી શક્યા નહતા.

(11:11 pm IST)