Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

હોકી પ્રો લીગ માટે ન્યુઝીલેન્ડે ભારત આવવાની ચોખ્ખી ના પાડી

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડની પુરૂષ હોકી ટીમે કોરોનાને કારણે હોકી પ્રો લીગ મેચ રમવા માટે ભારત આવવાની ના પાડી દીધી છે. ન્યુઝીલેન્ડના ઇનકાર બાદ આ મેચ મુલતવી રાખવામાં આવી છે. હોકી પ્રો લીગમાં ન્યુઝીલેન્ડ 29 અને 30 મેના રોજ ભારત પ્રવાસ પર ભુવનેશ્વરમાં બે મેચ રમવાનું હતું. "ભારતમાં પ્રકાશિત કોરોના વાયરસની બીજી લહેરને કારણે ન્યુઝીલેન્ડની પુરૂષ હોકી ટીમે ભારત સામે હોકી પ્રો લીગ મેચ માટે ઓડિશાની મુલાકાત લેવાનો ઇનકાર કરી દીધો છે,"

(5:42 pm IST)