Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભારતના પ્રવાસમાં બવુમા કેપ્‍ટનઃ પાર્નેલનું કમબેક

નવી દિ લ્‍હીઃ આગામી ૯થી ૧૯ જુન દરમ્‍યાન ભારતમાં રમાનારી પાં  મેચની સાઉથ આફ્રિકાની ટીમના સુકાની તરીકે ટેમ્‍બા બવુમાની નિયુકિત કરવામાં આવી છે. ૨૧ વર્ષનો ટિસ્‍ટેન સ્‍ટબ્‍સ આ ટીમમાં સામેલ નવો વિકેટકિપેર-બેટર છે. ફાસ્‍ટ બોલર એન્રિક નોર્કિયા તેમ જ બેટર્સ રીઝા હેન્‍ડ્રિકસ અને હિનરિચ કલાસેના સાઉથ આફ્રિકાની ટીમમાં કમબેક થયાં છે. લેફટ-આર્મ ફાસ્‍ટ બોલર વેઇન પાનેર્લને પાંચ વર્ષે ફરી ટી૨૦ ટીમમાં આવવા મળ્‍યું છે.  ટીમના અન્‍ય મુખ્‍ય પ્‍લેયર્સમાં કિવન્‍ટલ ડિકોક (વિકેટકીપર), કેશવ મહારાજ, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્‍ગી એન્‍ગિડી, ડ્‍વેઇન પ્રિટોરિયસ, કેગિસો રબાડા, તબ્રેઝ શમ્‍સી, માર્કો યેન્‍સેન અને રેસી વેન ડર ડુસેનનો સમાવેશ છે. 

(2:59 pm IST)