Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ઇંગ્લેન્ડે વન-ડેમાં સૌથી વધુ સ્કોર બનાવી ઇતિહાસ રચ્યો : નેંધરલેન્ડ સામે 4 વિકેટે 498 રન ખડક્યા

પ્રથમ વન ડેમાં ઈંગ્લિશ બેટ્સમેનોએ ધમાલ મચાવીને વન-ડે ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો

ઈંગ્લેન્ડે નેધરલેન્ડ સામેની પ્રથમ ODIમાં ઈતિહાસ રચ્યો છે. ઈંગ્લિશ બેટ્સમેનોએ ધમાલ મચાવીને વન-ડે ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 4 વિકેટે 498 રન બનાવ્યા હતા, જે ODI ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ છે. ઇંગ્લિશ ટીમે પોતાનો જ 481 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. લગભગ 4 વર્ષ પહેલા ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે ODI ક્રિકેટમાં 6 વિકેટે 481 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઈંગ્લેન્ડના નામે હવે ODI ક્રિકેટના ઈતિહાસમાં 3જી સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ બની ગયો છે.

ઈંગ્લેન્ડને રેકોર્ડબ્રેક સ્કોર સુધી લઈ જવામાં ફિલિપ સોલ્ટ, ડેવિડ મલાન અને પછી જોસ બટલરે શાનદાર ઇનિંગ્સ રમી હતી. પ્રથમ સોલ્ટ અને મલાને સદી ફટકારી હતી. આ પછી બટલર ક્રીઝ પર આવ્યો અને તેણે માત્ર 47 બોલમાં સદી ફટકારી. બટલરે 70 બોલમાં 14 છગ્ગાની મદદથી અણનમ 162 રન બનાવ્યા હતા. આ સાથે જ લિયામ લિવિંગસ્ટોને 17 બોલમાં અડધી સદી ફટકારી હતી.  એબી ડી વિલિયર્સના 16 બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ ચૂકી ગયો

 

ઇંગ્લેન્ડે એક રનમાં રોયની વિકેટ પડ્યા બાદ ઇંગ્લિશ ટીમે એક જ દાવમાં 3 સદી ફટકારી હતી,વન-ડે ઇતિહાસમાં પ્રથમ દાવમાં 3 વ્યક્તિગત સદી ફટકારી હતી સોલ્ટે 93 બોલમાં 122 રન બનાવ્યા જેમાં 14 ફોર અને 3 સિક્સ સામેલ હતી. જ્યારે માલાને 109 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 125 રન બનાવ્યા હતા

મલાને પહેલી વન-ડેમાં  સદી ફટકારી હતી. આ સાથે તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ઈંગ્લેન્ડનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. સોલ્ટ અને મલાન બંને વચ્ચે 222 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. બીજી તરફ લિવિંગસ્ટોને 22 બોલમાં 66 રનની અણનમ ઇનિંગ રમી હતી.  કેપ્ટન ઈયોન મોર્ગન આજે કોઇ ખાસ ઇનિંગ્સ રમી શક્યો ન હતો.

(9:38 pm IST)