Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ધોની આરામમાં...રંગબેરંગી પોપટ સાથેની તસ્વીર થઇ વાયરલ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટી-૨૦ વર્લ્ડ કપમાં મેન્ટરિંગ કર્યા બાદ પોતાના ઘરે રાંચી પરત ફર્યા છે.  આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલા મહેન્દ્રસિંહ ધોની ચાહકોમાં સતત ચર્ચામાં રહે છે.

  હવે એમએસ ધોનીની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે રંગબેરંગી પોપટ સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. એમએસ ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.  અહીં એમએસ ધોની રંગબેરંગી પોપટને ખભા પર લઈને ચાની મજા માણી રહ્યો છે.  આ તસવીરો એમએસ ધોનીના ચાહકોને પસંદ આવી રહી છે.

(2:41 pm IST)