Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ગિલે ૧૯મી વન-ડેમાં ૧ હજાર રન પુરા કરી કોહલી અને ધવનનો રેકોર્ડ તોડયો

ડબલ સદી ફટકારનાર ભારતનો પાંચમો અને વિશ્વનો આઠમો ખેલાડી બન્‍યો

નવી દિલ્‍હીઃ ૨૩ વર્ષનો ઓપનિંગ બેટર શુભમન ગિલ (૨૦૮ રન, ૧૪૯ બોલ, ૯ સિકસર, ૧૯ ફોર) હૈદરાબાદમાં ન્‍યુઝીલેન્‍ડ સામેની વન-ડેમાં ઐતિહાસિક ઇનિંગ્‍સ રમ્‍યો હતો.

ગિલે ૧૦૬ રન કર્યા ત્‍યારે વન-ડે કરીઅરમાં તેના ૧૦૦૦ રન પુરા થયા હતા અને તે સૌથી ઓછી માત્ર ૧૯ ઇનિંગ્‍સમાં આ સિદ્ધિ મેળવનારો ભારતનો ફાસ્‍ટેસ્‍ટ બેટર બન્‍યો છે. તેણે વિરાટ કોહલી અને શિખર ધવનનો સંયુકત વિક્રમ તોડયો છે. કોહલી-ધવને ૨૪-૨૪ ઇનિંગ્‍સમાં ૧૦૦૦ રન પુરા કર્યા હતા. બીજું, ૨૩ વર્ષનો ગિલ વિશ્વનો સૌથી યુવાન ઓડીઆઇ ડબલ સેન્‍ચુરિયન બન્‍યો હતો. મહિના પહેલા ૨૪ વર્ષના ઇશાન કિશને ડબલ સેન્‍ચુરી ફટકારી હતી.શુભમન ગિલ વન-ડેમાં ડબલ સેન્‍ચુરી ફટકારનાર ભારતનો પાંચમો અને વિશ્વનો આઠમો ખેલાડી બન્‍યો હતોઃ સચિન તેન્‍ડુલકર(૨૦૦), રોહિત શર્મા(૨૬૪,૨૦૯, ૨૦૮), સેહવાગ (૨૧૯), ઇશાન કિશન(૨૧૦), શુભમન  ગિલ (૨૦૮), ગપ્‍ટિલ(૨૩૭), ગેઇલ (૨૧૫) અને ફખર ઝમાન(૨૧૦)

શુભમન ગિલે ૪૮ અને ૫૦મી ઓવર દરમ્‍યાન પોતે રમેલા કુલ ૧૨ બોલમાંથી ૬ બોલમાં સિકસર ફટકારી હતી. અને રીતે તેણે અચાનક જ સિકસરનો વરસાદ વરસાવ્‍યો હતો.

(11:31 am IST)