Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ફૂટબોલર બૂમોસ પરનો પ્રતિબંધ વધ્યો: ચૂકવવો પડશે બે લાખનો દંડ

નવી દિલ્હી: મુંબઈ સિટીના એફસી પ્લેયર હ્યુગો બુમોસને વધારાની બે મેચ માટે પ્રતિબંધ મૂક્યો છે. તેમજ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) ની શિસ્ત સમિતિએ પણ તેમના પર બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હીરો આઈએસએલ મેચમાં એફસી ગોવા સામેની ગંભીર શિસ્ત વિનાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ 8 ફેબ્રુઆરીએ જીએમસી સ્ટેડિયમ બામ્બોલિમ ખાતે રમવામાં આવી હતી. સમિતિએ બુમોસને 'અપમાનજનક અને મેચ અધિકારીઓની બદનામી' કરવાનો દોષી ઠેરવ્યો હતો. દરમિયાન સમિતિએ બે અલગ અલગ કેસ અંગે પણ ચુકાદો આપ્યો હતો.

(5:34 pm IST)