Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કુમાર સંગાકારાએ ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સમાં સમાવવાની ભૂમિકા બતાવી

મોરિસનું કાર્ય જોફ્રા આર્ચરને સહયોગ આપવાનું રહેશે.

રાજસ્થાન રોયલ્સે ક્રિસ મોરિસ પર 16.25 કરોડની અધધ બોલી લગાવીને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. આઈપીએલ ઓકશનના ઈતિહાસમાં લગાવાયેલી સૌથી મોટી બોલી ક્રિસ મોરિસ પર લાગી હતી. રાજસ્થાન રોયલ્સના ડાયરેક્ટર કુમાર સંગાકારાએ ક્રિસ મોરિસને ટીમ સાથે જોડવાને લઈને ખાસ પ્લાન પણ શેર કર્યો છે. સંગાકારા મુજબ મોરિસનું કાર્ય જોફ્રા આર્ચરને સહયોગ આપવાનું રહેશે.

સંગાકારાએ વર્ચ્યુઅલ વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, ઓકશનમાં કિંમતની વાત કરવામાં આવે તો મોરિસને ખૂબ ઉંચી કિંમતે ખરીદવા કરવામાં આવ્યો હતો. મોરિસની અમારી સાથે ખૂબ જ મહત્વની ભૂમિકા હશે. જે જોફ્રા આર્ચરનો સહયોગ કરશે. જેનાથી અમે જે રીતે આર્ચરનો ઉપયોગ કરવા માંગીએ છી, તેમાં વધારે સારી અનુકૂળતા મળશે. શ્રીલંકાના 43 વર્ષીય મહાન બેટ્સમેન રહી ચુકેલા કુમાર સંગાકારાએ કહ્યુ હતુ કે, સાથે જ જ્યારે મોરિસ ફીટ રહ્યો છે.

ત્યારે તેના આંકડા આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ રહ્યા છે. રમત પર પ્રભાવના મામલામાં પણ તે સર્વશ્રેષ્ઠ છે. એટલે જ એ પ્રકારે પણ તે અમારા માટે મહત્વનો છે. જેનાથી આર્ચરને અન્ય પ્રકારે ઉપયોગ કરવાના અંગે પણ વિચારી શકીએ છીએ. સંગાકારાએ કહ્યુ હતુ કે, અમારી પાસે એન્ડ્યુ ટાઈ, મુસ્તફિઝુર રહમાન અને મદદ માટે યુવા ભારતીય ઝડપી બોલર પણ છે. જેનાથી અમને કેટલાક અલગ સંયોજન મળી રહેશે. જેમાં મોરિસ ખૂબ સારો રહેશે.

(11:35 pm IST)