Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ડિવીલીયર્સ હવે આંતરરાષ્ટ્રીય ટીમમાં પરત ફરશે નહિઃ નિર્ણય જાહેર કર્યો

નવીદિલ્હીઃ મિસ્ટર ૩૬૦ ક્રિકેટરના નામે જાણિતા સાઉથ આફ્રિકાના બેટસમેન એબી ડિવીલીયર્સે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પરત નહી ફરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંગે ક્રિકેટ સાઉથ આફ્રિકાને પણ જાણ કરી દીધી છે.ડિવિલીયર્સે કહ્યું કે તેણે આ નિર્ણય લીધો છે અને તેની નિવૃતિ અંગે છેલ્લો ફેસલો છે.

સાઉથ આફ્રિકાના હેડ કોચ માર્ક બાઉચર અને એબી ડિવીલીયર્સ વચ્ચે વાતચીત ચાલુ હતી અને આઈપીએલ બાદ રાષ્ટ્રીય ટીમમાં પરત ફરશે એવી ચર્ચાઓ પણ વહેતી થઈ હતી. પરંતુ તાજેતરમાં આયરલેન્ડ અને વિન્ડીઝ સામેના પ્રવાસમાં જાહેર થયેલ. સાઉથ આફ્રિકાની ટીમમાં ડીવીલીયર્સનું નામ ન હતું.

(4:03 pm IST)