Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

ફ્લાઇંગ શિખ મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલી અર્પવા ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધી મેદાનમાં ઉતરી

ટીમ ઇન્ડીયાએ બ્લેક પટ્ટી ધારણ કરવાને લઇને BCCI એ ટ્વીટ કરીને તે અંગે જાણકારી આપી

મુંબઈ :ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું નિધન થયું છે,ભારતીય ક્રિકેટ ટીમે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ દરમ્યાન મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલી આપી હતી. 'ફ્લાઇંગ શિખ' મિલ્ખા સિંહની યાદગારીમાં ટીમ ઇન્ડીયાના ખેલાડી કાળી પટ્ટી બાંધીને આજે મેદાનમાં ઉતર્યા હતા. સાઉથમ્પ્ટનમાં ભારતીય ઓપનરો રોહિત શર્મા અને શુભમન ગીલે રમતની સારી શરુઆત કરી હતી.

ટીમ ઇન્ડીયા એ બ્લેક પટ્ટી ધારણ કરવાને લઇને BCCI એ ટ્વીટ કરીને તે અંગે જાણકારી આપી હતી. BCCI એ કહ્યુ હતું કે, ભારતીય ટીમ મિલ્ખા સિંહની યાદમાં બ્લેક પટ્ટી બાંધીને ઉતરી રહી છે. જેમનુ નિધન કોરોના-19 ને લઇ થયુ છે

 

મિલ્ખા સિંહને ગત 3 જૂને ચંદિગઢની PGI કોવિડ હોસ્પીટલમાં ICU હેઠળ સારવારમાં ખસેડ્યા હતા. જે પહેલા તેઓને ગત 19 મે એ કોરોના સંક્રમણ લાગુ પડ્યુ હતું. જે દરમ્યાન શરુઆતમાં ઘરે જ તેઓ સારવાર લઇ રહ્યા હતા. પરંતુ તેમનુ ઓક્સિજન લેવલ ઘટવાને લઇને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગત બુધવારે મિલ્ખા સિંહનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. તેમને કોવિડ આઇસીયુથી સામાન્ય ICU માં શીફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે તેમના સ્વાસ્થ્યમાં સુધારો નહી થતા તેઓની હાલત ગંભીર થઇ હતી. શુક્રવારે રાત્રે તેઓનું ઓક્સીજન લેવલ ઘટી જવા સાથે તાવ ચઢ્યો હતો. જ્યાં તેઓ મોડી રાત્રી દરમ્યાન તેમના અંતિમ શ્વાસ લીધા હતા.

ગત 13 જૂને મિલ્ખા સિંહના પત્નિ નિર્મલ કૌરનું મોહાલીમાં કોરોના બીમારીની સારવાર દરમ્યાન અવસાન થયુ હતું. નિર્મલા કૌર નેશનલ વોલીબોલ ટીમના કેપ્ટન રહી ચુક્યા હતા. નિર્મલ કૌર અને મિલ્ખા સિંહના લગ્ન 1962 થયા હતા. બંનેના સંબંધોની શરુઆત મેદાનમાં થઇ હતી અને તેઓએ એક બીજાને સુંદર સાથે જીવનના અંત સુધી આપ્યો હતો. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે.

(7:14 pm IST)