Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાષ્ટ્રગાન વખતે ઈશાન કિશન પર મધમાખીએ કર્યો હુમલો:રાહુલે ચ્યુગમ ફેંકી દીધી: જીત્યુ ફેન્સનું દિલ

હરારે:ભારતીય ક્રિકેટ ટીમે જિમ્બાબ્વેને ત્રણ મેચોની વન ડે સીરીઝના પહેલા મુકાબલામાં 10 વિકેટથી હરાવી છે. આ મેચ ગુરૂવારે રમવામાં આવી હતી. તેની સાથે ટીમ ઈન્ડિયા વન ડે સીરિઝમાં 1-0થી આગળ છે. 
 
પહેલા મુકાબલામાં રાષ્ટ્રગાન વખતે ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલ અને ઈશાન કિશનની સાથે કંઈક એવું થયું જેનાથી તે ટ્રેન્ડમાં આવી ગયા છે. રાહુલે એવું કામ કર્યું છે જેના કારણે લોકો તેના ફેન થઈ ગયા છે. ભારતીય યુઝર્સે કહી રહ્યા છે કે તેમને રાહુલ પર ગર્વ છે. ત્યાં જ વિકેટ કિપર બેટર ઈશાન કિશનની સાથે રાષ્ટ્રગાન વખતે એવી ઘટના બની કે લોકો જોઈ જ રહયા હતા.
 
હકીકતે ઝીમ્બાબ્વે વિરૂદ્ધ પહેલા વનડે મેચના પહેલા બન્ને ટીમ નેશનલ એન્થન માટે લાઈનમાં ઉભી હતી. તે સમયે પહેલા ઝિમ્બાબ્વેનું નેશનલ એન્થન વાગ્યું. તે સમયે કેએલ રાહુલને ચિંગમ ખાતા જોવામાં આવ્યો. ત્યારે જ રાહુલે ભારતીય નેશનલ એન્થમ પહેલા ચિંગમને કાઢીને ફેંકી દીધી. 
 
આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના પર લોકોએ કેએલ રાહુલના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે તેમને રાહુલ પર ગર્વ છે. 
 
ત્યાં જ રાષ્ટ્રગાન વખતે બીજી એક ઘટના ઈશાન કિશન સાથે થઇ. જ્યારે ભારતીય નેશનલ એન્થન ચાલી રહ્યું હતું. તે સમયે ઈશાન કિશન પર મધમાખીએ હુમલો કરી દીધો. ઈશાન આ હુમલાથી બચતા પણ જોવા મળ્યા. જોકે તે પોતાની જગ્યા પરથી હલ્યા નથી. બસ ખાલી માથુ હલાવ્યું. મધમાખીના ગયા બાદ ઈશાને આમ તેમ જોયુ અને ફરી રાષ્ટ્રગાનમાં ધ્યાન આપ્યું.

 

(3:18 pm IST)