Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

વર્લ્‍ડકપ અગાઉ કાલે ટીમ ઇન્‍ડિયાની આકરી કસોટી

ભારત ઓસ્‍ટ્રેલીયા સામે ઘરઆંગણે ૨૦૧૭માં જીત્‍યુ હતું: કાલે સાંજે ૭.૩૦થી મુકાબલો

નવી દિલ્‍હીઃ ઓસ્‍ટ્રેલિયામાં  રમાનારા ટી૨૦ વર્લ્‍ડ કપને એક મહિનો બાકી છે અને એ પહેલાના બેમાંના એક પડાવમાં ભારતનો આવતી કાલથી ઘરઆંગણે ટી૨૦ સિરીઝમાં ઓસ્‍ટ્રેલીયા સાથે મુકાબલો છે.
પછી સાઉથ આફ્રિકા સામે શ્રેણી રમાશે, પરંતુ એ પહેલાં રોહિત શર્મા એન્‍ડ કંપનીએ આવતીકાલે મોહાલીમાં એરોન ફિન્‍ચની ટીમ સાથે બાથ ભીડવી પડશે.
ભારતીય ટીમ ઘરઆંગણે ઓસ્‍ટ્રેલિયા સામે ટી૨૦ મેચ જીતી હોય એવું છેલ્લે છેક ઓકટોબર ૨૦૧૭માં (પાંચ વર્ષ પહેલાં) રાંચીમાં બન્‍યુ હતું. ત્‍યાર પછી ભારતીયો ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં ઘરઆંગણે તેમની સામેની ત્રણેય ટી૨૦ હાર્યા છે. હોમ ગ્રાઉન્‍ડ પર કાંગારૂઓ સામે ભારતીયોનો જીત-હારનો ૪-૩નો સારો રેકોર્ડ છે. અને મોહાલીમાં અગાઉ માર્ચ ૨૦૧૬માં વિરાટ કોહલીના ૫૧ બોલના અણનમ ૮૨ રનની મદદથી જીત્‍યા હોવાથી આવતી કાલે ફરી કોહલી પર ઘણો મદાર રહેશે, કારણકે તે એશિયા કપથી પાછો ફોર્મમાં આવી ગયો છે.
ભારતઃ રોહિત શર્મા(કેપ્‍ટન), કે.એલ.રાહુલ (વાઇસ કેપ્‍ટન), વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, રિષભ પંત(વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકિપર), હાર્દિક પંડયા, દીપક હૂડા, આર.અશ્વિન, યુઝવેન્‍દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, દીપક ચાહર
ઓસ્‍ટ્રેલીયાઃ એરોન ફિન્‍ચ(કેપ્‍ટન), પેટ કમિન્‍સ (વાઇસ કેપ્‍ટન), સ્‍ટીવ સ્‍મિથ, ટિમ ડેવિડ, કેમેરન ગ્રીન, મેથ્‍યુ વેડ (વિકેટ કીપર), ગ્‍લેન મેકસવેલ, ડેનિયલ સેમ્‍સ, જોશ ઇંગ્‍લિશ(વિકેટકીપર), શોન અબોટ, એશ્‍ટન એગર, નેથન એલિસ, જોશ હેઝલવુડ, કેન રિચર્ડસન અને એડમ ઝેમ્‍પા

 

(3:56 pm IST)