Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મુંબઇના બે ઉપનગર જેટલી વસ્તી ધરાવતા કતારમાં આવતી કાલથી ફિફા વર્લ્ડકપ

કતાર દેશના શાસકોઍ ફિફા વર્લ્ડકપના આયોજન પાછળ કુલ ૨૨૯ બિલ્યન ડોલર (અંદાજે ૧૮,૭૦,૩૭૬ કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે.

કતારે વર્લ્ડકપનાં સ્ટેડિયમોની કુલ ૩૦ લાખ ટિકિટ વેચી છે. જે દેશોના સોકરપ્રેમીઅોઍ ટિકિટ ખરીદી છે ઍમાં કતાર, અમેરિકા, સાઉદી અરેબિયા, ઇંગ્લેન્ડ, મેકિસકો, યુઍઇ, આર્જેન્ટિના, ફ્રાન્સ, બ્રાઝિલ અને જર્મનીનો સમાવેશ છે.

કતારની વસ્તી માત્ર ૨૮ લાખ છે. મુંબઇના ઍક–બે મોટા ઉપનગરને ભેગા કરીઍ ઍટલી આ વસ્તી છે. વર્લ્ડકપના યજમાન દેશોમાં સૌથી અોછી વસ્તી ધરાવનાર  દેશોમાં કતાર મોખરે છે.

કતારમાં નવેમ્બરમાં સરેરાશ તાપમાન ફેરનહાઇટમાં ૮૪ ડિગ્રી(અંદાજે ૨૯ ડિગ્રી સેલ્સિયસ) રહે છે. ડિસેમ્બરમાં વાતાવરણમાં ઠંડક વધશે.

અગાઉના ૨૧ ફિફા વર્લ્ડકપમાં કુલ મળીને ૮ દેશ ચેમ્પિયન બન્યા છેઃ બ્રાઝિલ, જર્મની, ઇટલી, આર્જેન્ટિના, ફ્રાન્સ, ઉરુગ્વે, સ્પેન અને ઇંગ્લેન્ડ, મેકિસકો ૧૬ વર્લ્ડકપ રમ્યુ છે, પરંતુ કયારેય ચેમ્પિયન નથી થઇ શકયું

સૌથી વધુ પાંચ વર્લ્ડકપ બ્રાઝિલ જીત્યુ છે. તમામ ૨૧ વિશ્વકપમાં રમનાર ઍકમાત્ર દેશ પણ છે. બ્રાઝિલ સૌથી વધુ ૧૧ સેમી ફાઇનલમાં રમ્યુ છે. જર્મની અને ઇટલી ચાર–ચાર વર્લ્ડકપ જીત્યા છે.

(4:51 pm IST)