Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

બેટીંગ, બોલિંગ અને ફિલ્ડીંગમાં માહિર રવિન્દ્ર જાડેજા આઇપીએલની સીએસકેમાં ધોધીનો ઉત્તરાધિકારી બનવા માટે સૌથી આગળઃ માઇકલ વોનનો અભિપ્રાય

ચેન્નઈઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનનું કહેવુ છે કે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજામાં તે બધા ગુણં છે, જેથી તે આવનારા દિવસોમાં ચેન્નઈ સુપર કિંગ્સની આગેવાની કરી શકે છે. માઇકલ વોન પ્રમાણે શાનદાર બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગમાં માહિર રવિન્દ્ર જાડેજા સીએસકેમાં ધોનીનો ઉત્તરાધિકારી બનવા માટે સૌથી આગળ છે.

વોને જાડેજાને ગણાવ્યો ધોનીનો વિકલ્પ

માઇકલ વોને ક્રિકબઝને કહ્યુ, તમે કહી શકો કે ધોની 2થી 3 વર્ષ હજુ રમશે, પરંતુ ઈમાનદારીથી જણાવો, તે ત્યારબાદ શું ખુબ સારૂ રમશે? તેથી તમારે જોવુ પડશે કે તમે કોની આસપાસ ટીમ બનાવી શકો છો. રવિન્દ્ર જાડેજા તે પ્રકારનો ક્રિકેટર છે, જેની સાથે હું ટીમ બનાવવા ઈચ્છીશ. મને લાગે છે કે તે બોલની સાથે મેદાનમાં સારો છે, હાથમાં બેટ સાથે તેની માનસિકતા સારી છે.

ચેન્નઈની શાનદાર વાપસી

એમએસ ધોનીની આગેવાનીવાળી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે આઈપીએલ સીઝન 2021માં દિલ્હી કેપિટલ્સ સામે પ્રથમ મેચ હાર્યા બાદ શાનદાર વાપસી કરતા બે મેચ જીતી છે. ચેન્નઈએ પંજાબ અને રાજસ્થાનને હરાવી તે સાબિત કર્યુ કે તેનામાં કેટલો દમ છે. માઇકલ વોન તેને બીજી આઈપીએલ ટીમો માટે ખતરો ગણે છે.

ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સ હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને રાજસ્થાન સામે 45 રનથી જીત મેળવ્યા બાદ તેની નેટરનરેટ પણ સારી થઈ ગઈ છે. માઇકલ વોનનુ માનવુ છે કે ચેન્નઈની વાપસી મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને આરસીબી જેવી ટીમો માટે વોર્નિંગ છે.

વોને કહ્યુ, ચેન્નઈ બીજી ટીમો માટે ખતરો

માઇકલ વોને કહ્યુ કે, આ વર્ષે આઈપીએલની ભારતમાં વાપસી બાદ ચેન્નઈની ટીમ અલગ જોવા મળી રહી છે. તેવુ લાગે છે કે આ ટીમને કંઈક મળી ગયુ છે. જો ટોપ ચાર પર નજર કરો તો તેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામેલ છે. જો હું બીજી ટીમમાં હોવ તો મને લાગે કે આ એક ખતરાની ઘંટી છે.

(5:12 pm IST)