Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

બોક્‍સીંગમાં ભારતની નિખત ઝરીન બની વર્લ્‍ડ ચેમ્‍પિયન

બાવન કિ.ગ્રા.ની ફાઈનલમાં થાઈલેન્‍ડની હરીફને ૫-૦થી પછાડી સનસનાટી મચાવી

નવી દિલ્‍હી : તેલંગણની નિખત ઝરીન ઈસ્‍તંબુલની વર્લ્‍ડ બોકસીંગ ચેમ્‍પિયનશીપમાં વર્લ્‍ડ ચેમ્‍પિયન બની હતી. તેણે ફલાઈવેટમાં બાવન કિલો વર્ગની ફાઈનલમાં થાઈલેન્‍ડની જિત્‍પોન્‍ગ જુતેમસને ૫-૦થી હરાવીને ગોલ્‍ડ મેડલ જીતીને સનસનાટી મચાવી હતી. ૩૦-૨૭, ૨૯-૨૮, ૨૯-૨૮, ૩૦-૨૭, ૨૯-૨૮થી જીતેલી નિખત ઝરીન વિશ્વ વિજેતા બનેલી ભારતની પાંચમી બોકસર છે. મેરી કોમ ૬ વાર વિશ્વ વિજેતા બની હતી, જયારે સરીતાદેવી,

જેની આર.એલ. તથા લેખા કે.સી. એક - એક વાર વર્લ્‍ડ ચેમ્‍પિયન બની હતી. નિખતની સાથે મનીષા મોઉન (૫૭ કિલો) તથા પરવીન હુડા (૬૩ કિલો) બ્રોન્‍ઝ મેડલ સાથે પાછી આવી રહી છે.

(1:03 pm IST)