Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

મહિલા તીરંદાજીના વર્લ્‍ડ કપમાં ભારતનો બીજો બ્રોન્‍ઝઃકાલે મેન્‍સમાં ગોલ્‍ડ કે સિલ્‍વર મળશે

નવીદિલ્‍હીઃ સાઉથ કોરિયાના ગ્‍વાંગ્‍ઝુમાં યોજાયેલા તીરંદાજીના વર્લ્‍ડ કપના બીજા તબક્કામાં ભારતીય મહિલાઓની રીકર્વ ટીમે બ્રોન્‍ઝ મેડલ જીતી લીધો છે. ભારતીય ટીમમાં રિધિ, કોમલિકા બારી અને અંકિતા  ભકટનો સમાવેશ હતો. તેમણે ચાઇનીઝ તાઇપેઇની ટીમને ૬-૨ થી હરાવી હતી.

આવતી કાલે શનિવારે પુરુષોની કમ્‍પાઉન્‍ડ  ટીમ ફાઇનલમાં  રમશે જેમા  ભારત ગોલ્‍ડ  અથવા  સિલ્‍વર જીતી શકે.

(2:54 pm IST)