Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

કોચ લક્ષ્મણ, કેપ્‍ટન હાર્દિક સહિતની ટીમ ૨૩મીએ આયર્લેન્‍ડ રવાના થશે

૨૬ અને ૨૮ જુને બે ટી-૨૦ મેચની સિરીઝ રમ્‍યા બાદ આ ટીમ સિધી ઈંગ્‍લેન્‍ડ પહોંચશે

નવીદિલ્‍હીઃ બીસીસીઆઈએ હાર્દિક પંડ્‍યાની આગેવાની હેઠળની ભારતીય ટી-૨૦ ટીમને શ્રેણી માટે રવાના થતા પહેલા ત્રણ દિવસનો વિરામ આપવાનો નિર્ણય કર્યો છે. માલાહાઇડમાં ભારત અને આયર્લેન્‍ડ વચ્‍ચે ૨ મેચની ટી-૨૦ સીરિઝ રમાવાની છે.  કોચ રાહુલ દ્રવિડ, શ્રેયસ ઐયર અને રિષભ પંત આજે વહેલી સવારે લંડન જવા રવાના થયા છે.

આયર્લેન્‍ડના પ્રવાસમાં બાયો-સિકયોર બબલ બનાવવામાં આવશે નહીં પરંતુ ખેલાડીઓ તેમના પરિવાર સાથે રહેશે નહીં.  કેટલાક ખેલાડીઓ આઈપીએલથી સતત ક્રિકેટ રમી રહ્યા છે અને તે યોગ્‍ય છે કે તેઓ થોડો સમય ઘરે વિતાવે.જાણવા મળ્‍યું છે કે આયર્લેન્‍ડ જઈ રહેલી ટીમના તમામ સભ્‍યો ૨૩ જૂને મુંબઈમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ અને સપોર્ટ સ્‍ટાફ સાથે ભેગા થશે.  લક્ષ્મણ અને ખેલાડીઓ ૨૩ જૂને મુંબઈમાં ભેગા થશે અને બીજા દિવસે તેઓ ડબલિન માટે રવાના થશે.

 ૨૬ અને ૨૮ જૂનના રોજ માલાહાઇડમાં બે ટી-૨૦ મેચ રમ્‍યા બાદ, ટીમ પ્રેક્‍ટિસ મેચ માટે યુકે જશે. જો કે, એવું માનવામાં આવે છે કે વર્તમાન ટી-૨૦ આંતરરાષ્‍ટ્રીય ટીમના તમામ ખેલાડીઓને ઇંગ્‍લેન્‍ડના -વાસ માટે જાળવી રાખવામાં આવશે નહીં કારણ કે ઘણા નિયમિત ખેલાડીઓ ટીમમાં પાછા ફરશે.

(4:05 pm IST)