Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લુરૂ, દિલ્‍હી ડેરડેવિલ્‍સ અને કિંગ્‍સ ઇલેવન પંજાબ ક્‍યારેય આઇપીએલની ટાઇટલ જીતી નથી શકી

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની સીઝન શરૂ થવામાં હવે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે. આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં ઘણી ટીમ એવી રહી છે, જેણે આઈપીએલનું ટાઇટલ એક, બે નહીં પરંતુ ત્રણ-ચાર વખત પોતાના નામે કર્યું છે. પરંતુ કેટલીક ટીમ એવી છે, જે એક વખત પણ ચેમ્પિયન બની શકી નથી. આ ટીમોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB), શ્રેયસ અય્યરની દિલ્હી કેપિટલ્સ (DC) અને કેએલ રાહુલની કિંગ્સ ઇલેવન પંજાબ સામેલ છે. આવો જાણીએ તે મોટા કારણ જેના કારણે આ 3 ટીમ ક્યારેય આઈપીએલનું ટાઇટલ જીતી શકી નથી.

હકીકતમાં, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને કિંગ્સ ઇલેવન પંજાબનું ક્યારેય આઈપીએલ ચેમ્પિયન ન બનવાનું સૌથી મોટું કારણ છે, આ ટીમોનું સીઝન દર સીઝન ખરાબ પ્રદર્શન. તેના આધાર પર અહીં ચર્ચા કરીશું કે આ ત્રણેયના અત્યાર સુધીના પ્રદર્શનના આધારે આરસીબી, પંજાબ અને દિલ્હી આઈપીએલ ઈતિહાસની સૌથી વધુ મેચ હારનારી ટીમો છે, આ કારણે ત્રણેય ટીમો ક્યારેય ચેમ્પિયન બની શકી નથી.

આરસીબી

આરસીબીની ટીમ ભલે એકવાર પણ આઈપીએલ વિજેતા ન બની હોય પરંતુ ટીમની લોકપ્રિયતા દરેક સીઝનમાં યથાવત રહી છે. તેનું કારણ છે આરસીબી કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ જેવા વિસ્ફોટક બેટ્સમેન. પરંતુ આ બંન્ને ખેલાડી ક્યારેટ ટીમને ટાઇટલ અપાવી શક્યા નથી. તેવામાં આંકડા પર નજર કરીએ તો બેંગલુરૂએ પોતાના આઈપીએલ ઈતિહાસમાં કુલ 177 મેચ રમી છે, જેમાં ટીમને 83મા જીત અને 92 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે વર્ષ 2009, 2011 અને 2016મા આરસીબીની ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી. આ 12 વર્ષોમાં આરસીબીની જીતની ટકાવારી 46.89% રહી છે.

કિંગ્સ ઇલેવન પંજાબ

આઈપીએલ 13ની પ્રબળ દાવેદારોમાં એક કિંગ્સ ઇલેવન પંજાબ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12 સીઝનમાં ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. આંકડાને જોવામાં આવે તો પંજાબની ટીમે આઈપીએલની 176 મેચોમાં 94 જીમાવી છે, જ્યારે 80 મેચમાં જીત મેળવી છે. આ સાથે કિંગ્સ ઇલેવન પંજાબની જીતની ટકાવારીને જોવામાં આવે તો તે  46.02% છે. પંજાબની ટીમ 2014ની સીઝનમાં ફાઇનલમાં જરૂર પહોંચી હતી.

દિલ્હી કેપિટલ્સ

આઈપીએલના 12 વર્ષમાં જો કોઈ ટીમે સૌથી વધુ ખરાબ પ્રદર્શન કર્યું હોય તો તે છે દિલ્હી કેપિટલ્સ. દિલ્હીની ટીમ એકવાર પણ ફાઇનલમાં પહોંચી નથી. જેના કારણે દિલ્હીનું આ 12 વર્ષમાં પ્રદર્શન. જેના આધાર પર જોવામાં આવે તો દિલ્હીએ પોતાની 175 મેચમાં 97 મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. તો દિલ્હીએ માત્ર 76 મેચ જીતી છે. જીતની ટકાવારી અનુસાર દિલ્હીના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો સૌથી ઓછુ 44% ટકા રહ્યું છે.

(4:59 pm IST)