Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

શ્રી રામ વર્લ્ડકપ સુધી બંગલાદેશનો કન્‍સલ્‍ટન્‍ટ તરીકે નિયુકતઃ યોગાનુયોગ ર૦૦૪માં છેલ્‍લો વન-ડે બાંગ્‍લાદેશ સામે જ રમ્‍યો હતો

મુંબઇઃ સ્પિન-કોચિંગના હેતુસર  ઓસ્ટ્રેલિયન ટીમ  સાથે સહાયક કોચ તરીકે ૬ વષ સુધી રહ્યા પછી તાજેતરમાં ભારતમાં કોચિંગની કરીઅર આગળ ધપાવવાના હેતુસર પાછા આવેલા ચેન્નઈના ભૂતપૂવ ભારતીય ખેલાડી શ્રીધરન શ્રીરામને બંગલાદેશ ક્રિકેટ બોર્ડ ઓક્ટોબરના ટીર૦ વર્લ્ડ કપ સુધી બંગલાદેશની નેશનલ ટીમનો ટૅક્નિક્લ કન્સલ્ટન્ટ બનાવ્યો છે.

શ્રીરામ ૨૦૦૦થી ૨૦૦૪ સુધી ભારત વતી ૮ વન-ડે રમ્યો હતો અને યોગાનુયોગ ૨૦૦૪માં તેની છેલ્લી વન-ડે બંગલાદેશ સામે હતી. શ્રીરામ આઇપીએલમાં બૅન્ગલોરની ટીમના કોચિંગ-સ્ટાફમાં પણ છે.

(3:35 pm IST)