Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

અર્જુન તેંડુલકર બાદ હવે સિદ્ધેશ લાડ પણ મુંબઈ છોડીને ગોવાની ક્રિકેટ ટીમ વતી રમશેઃ તેના પિતા કોચ છે

નવી દિલ્‍હીઃ અર્જુન તેન્ડુલકર પછી સિદ્ધેશ લાડ મુંબઈનો એવો બીજો ક્રિકેટર છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની ટીમ છોડીને ગોવાની ટીમ વતી રમવા ઉત્સુક છે. એક અખબારી અહેવાલ મુજબ ‘ક્રાઇસિસ મૅન’ તરીકે જાણીતા સિદ્ધેશે પણ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ) પાસે આગામી ડોમેસ્ટિક સીઝનમાં પાડોશી રાજ્ય ગોવા વતી રમવાની છૂટ આપવા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) માગ્યું છે.

સિદ્ધેશના પિતા દિનેશ લાડ જાણીતા ક્રિકેટ-કોચ છે. તેમણે ભૂતકાળમાં રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુરને કોચિંગ આપ્યું હતું અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મખાયા ઍન્ટિનીના પુત્ર થાન્ડો ઍન્ટિનીને પણ કોચિંગ આપ્યું છે. સિદ્ધેશ લાડ મુંબઈ વતી રમવા મળ્યું એ બદલ ખૂબ ગર્વ અનુભવે છે, પરંતુ હવે ગોવામાં વધુ તકો દેખાતાં ત્યાંથી રમવા માગે છે. સિદ્ધેશ મુંબઈની ટીમનું સુકાન પણ સંભાળી ચૂક્યો છે. તેણે ૬૧ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૪૦.૦૦ની સરેરાશે કુલ ૪૦૫૮ રન બનાવ્યા છે. તે મુંબઈ ઇન્ડિયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સની સ્ક્વૉડમાં પણ રહી ચૂક્યો છે.

(3:34 pm IST)