Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

એક માત્ર જીતથી હવામાં ઉડી રહ્યા છે પાકિસ્‍તાનની ખેલાડીઓ, કહ્યું, અમે ભારતને હરાવશુઃ દુબઇમાં રમવાનો અમારી પાસે અનુભવ

નવી દિલ્‍હીઃ  ભારત અને પાકિસ્તાન  વચ્ચે ટક્કર થવાની છે. આગામી 28 ઓગસ્ટે બંને ટીમો દુબઈ સ્ટેડિયમમાં ટકરાશે. આ એ જ મેદાન છે જ્યાં T20 વર્લ્ડ કપ 2021માં બંને ટીમો આમને સામને આવી હતી. આ મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત પર પાકિસ્તાનનો આ પ્રથમ વિજય હતો. હવે આ બંને ટીમો એશિયા કપમાં સામસામે આવવાની છે અને આ મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદે દાવો કર્યો છે કે એશિયા કપમાં પણ પાકિસ્તાન જીતશે.સરફરાઝ અહેમદે દાવો કર્યો હતો કે પાકિસ્તાન દુબઈમાં ઘણું ક્રિકેટ રમ્યું છે અને તેના ખેલાડીઓ દુબઈની તમામ પરિસ્થિતિ સારી રીતે જાણે છે. યુટ્યુબ ચેનલ પાકટીવી સાથેની વાતચીતમાં સરફરાઝે કહ્યું, ‘એશિયા કપની પ્રથમ મેચ અમારી લયની દિશા નક્કી કરશે. અમારી પ્રથમ મેચ ભારત સામે છે. અમારો ઉત્સાહ વધારે હશે કારણ કે બન્ને દેશ વચ્ચેની છેલ્લી મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.

સરફરાઝ અહેમદે વધુમાં કહ્યું કે પાકિસ્તાન સારી સ્થિતિમાં છે. કારણ કે તેના ખેલાડીઓને દુબઈમાં રમવાનો વધુ અનુભવ છે. પીએસએલ હોય કે આંતરરાષ્ટ્રીય મેચ, પાકિસ્તાની ખેલાડીઓ દુબઈમાં વધુ ક્રિકેટ રમ્યા છે. ભારતીય ખેલાડીઓને પણ UAEમાં રમવાનો અનુભવ ધરાવે છે. પરંતુ પાકિસ્તાન UAEમાં પોતાની ઘણી હોમ સિરીઝ રમી ચૂક્યું છે.

 ‘પાકિસ્તાન પરિસ્થિતિને સારી રીતે જાણે છે કારણ કે અમે PSL સિવાય અહીં ઘણી હોમ સિરીઝ રમી છે. ભારતીયો દુબઈમાં આઈપીએલ રમી ચૂક્યા છે પરંતુ તેમની પાસે વધુ અનુભવ નથી.

(3:54 pm IST)