Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રીદી ઈજાગ્રસ્ત: એશિયા કપ ટૂર્નામેન્ટમાંથી બહાર: ભારત સામેની મેચમાં નહીં જોવા મળે: ૨૮ ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ

એશિયા કપ ૨૦૨૨ શરુ થવાનાં એક અઠવાડીયા પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રીદી ઈજાને કારણે ટૂર્નામેન્ટથી બહાર થઇ ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે શાહીનની ઈજા પર જણાવ્યું કે આફ્રીદીને તેમના ગોઠણની ઈજાને કારણે એક મહિનાથી વધારે સમય માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાને એશિયા કપમાં પોતાની પહેલી મેચમાં ૨૮ ઓગસ્ટના રોજ ભારતનો સામનો હવે આફ્રીદીની ગેરહાજરીમાં કરવો પડશે.

(5:41 pm IST)