Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બ્રાઝીલ ફુટબોલ સ્ટાર ભત્રીજીની સુંદરતા પર લટ્ટ થઇ ગયોઃ પત્નિને છોડીઃ ચોથા બાળકનો પિતા બનશે

પહેલી પત્નિથી હલ્કને ત્રણ બાળકો છે

બ્રાઝિલિયા, તા.૨૦: બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર હલ્કની ભત્રીજી તેના ચોથા બાળકની માતા બનવાની છે. ૩૫ વર્ષની કેમિલા એન્જેલો હલ્કની પૂર્વ પત્નીની ભત્રીજી છે આથી તે રીતે જોઈએ તો તે તેની પણ ભત્રીજી થઈ. આમ છતાં બને લાંબા સમયથી રિલેશનમાં છે. ફૂટબોલ સ્ટારે ભત્રીજી પ્રેગનેન્ટ થવાની ખબર સોશિયલ મીડિયા પર આપી.

ધ સનના રિપોર્ટ મુજબ બ્રાઝિલિયન સ્ટ્રાઈકર હલ્ક તેની પૂર્વ પત્ની ઈરાની એન્જેલોની ભત્રીજી સાથે ૨૦૧૯થી રિલેશનમાં છે. ગત વર્ષે તેણે ભત્રીજી સાથે ઘર વસાવવા માટે પત્ની સાથેના ૧૨ વર્ષના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતું. આ 'વિચિત્ર પ્રેમ' પ્રેમ બદલ હલ્ફની ઘણી ટીકા પણ થઈ હતી પરંતુ તેને તેનાથી કોઈ ફરક પડયો નહીં.

હલ્કે તમામ આલોચકોને બાજુ પર હડસેલી પોતાની ભત્રીજી સાથે માર્ચ ૨૦૨૦માં લગ્ન કરી લીધા હતા. પહેલી પત્નિીથી હલ્કને ત્રણ બાળકો છે. ફૂટબોલરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે તેની ભત્રીજી તેના ચોથા બાળકની માતા બનવાની છે. હલ્કે એક ફોટો પણ શેર કર્યો જેમાં તે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન જોઈને પાતાની ખુશી વ્યકત કરી રહ્યો છે.

હલ્કે ડિસેમ્બર ૨૦૧૯માં ભત્રીજી સાથે પોતાના સંબંધનો ખુલાસો કર્યો હતો. તેણે પોતાના પેરેન્ટ્સ અને કેમિલા એન્જેલોના ભાઈને બોલાવીને તેની જાણકારી આપી હતી. હલ્કનું કહેવું હતું કે તે કશું છૂપાવવા માંગતો નથી. આથી બધાને પોતાના સંબંધ અંગે જણાવી રહ્યો છે. પોતાની ભત્રીજીનું પતિ સાથે અફેર ખુલતા ઈરાન એન્જેલોને મોટો ઝટકો લાગ્યો હતો. તેણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હલ્કે તેને જિંદગીનું સૌથી મોટું દુઃખ આપ્યું છે. જો કે ફૂટબોલરે આ બદલ તેની પત્નીને જ દોષિત ઠેરવી હતી. તેણે કહ્યું હતું કે ઈરાન તેની સાથે ખરાબ વર્તન કરતી હતી.

(2:15 pm IST)