Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જીત સાથે ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને

ઋતુરાજની ધમાકેદાર ઈનિંગ તો બ્રાવોએ છેલ્લી ઓવરોમાં બોલરોને ઝુડયાઃ આજે સાંજે બેંગ્લોર અને કોલકતા વચ્ચે મુકાબલો

નવીદિલ્હીઃ ચેન્નઈની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા ૧૫૬ રન બનાવ્યા હતા. મુંબઈને જીત માટે ૧૫૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૩૬ રન બનાવી શકી હતી. મુંબઈ તરફથી સૌરભ તિવારીએ અણનમ ૫૦ રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી બ્રાવોએ ૩ વિકેટ ઝડપી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ૨૦ ઓવરમાં  જીત માટે  ૧૫૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો   ઋતુરાજ ગાયકવાડે ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર ઈનિંગ રમતા અણનમ ૮૮ રન ફટકાર્યા હતા. ડ્વેન બ્રાવોએ પણ માત્ર ૮ બોલમાં ૨૩ રન બનાવી ટીમના સ્કોરને ૧૫૦ રનને પાર પહોંચાડવા મદદ કરી હતી.

(3:13 pm IST)