Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ઇંગ્‍લેન્‍ડ સામેની આ સિરીઝ ઝુલુદીને સમર્પિતઃમંધાના

૯૧ ૨ને આઉટ થનાર ઓપનરને સેન્‍ચુરી ચૂકયાનો અફસોસ, પણ ટીમની જીત બદલ બેહદ ખુશી પણ છે

નવી દિલ્‍હીઃ ઇંગ્‍લેન્‍ડની મહિલા ટીમ સામેની સિરીઝની પહેલી વન-ડેમાં મેચ વિનિંગ પફોર્મ કરીને ભારતને ૧-૦ની સરસાઇ અપાવનાર ઓપનર સ્‍મૃતિ મંધાના (૯૧ રન, ૯૯ બોલ, એક સિકસર, દસ ફોર)એ મેચ પછી કહ્યુ કે અમે ટીમની તમામ ખેલાડીઓ શાનદાર કરીઅર દરમ્‍યાન અદભુત બોલિંગ કરનાર ઝુલુ દી(ઝુલન ગોસ્‍વામી)ને યાદગાર ફેરવેલ આપવા મક્કમ છીએ

પ્‍લેયર ઓફ ધ મેચ મંધાનાએ મેચ પછી કહ્યુ હતુ કે હું ૯ રન માટે સેન્‍ચુરી ચુકી ગઇ એનો મને ખૂબ અફસોસ છે. મારે છેક સુધી નોટઆઉટ રહેવું જોઇતું હતું. મંધાના અગાઉ વન-ડે ક્રિકેટમાં પાંચ સદી ફટકારી ચૂકી છે.

(4:15 pm IST)