Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

યુવરાજે ‘છ સિકસર'ની ૧૫મી એનિવર્સરી પુત્ર સાથે માણી?

નવી દિલ્‍હીઃ ૨૦૦૭નો પ્રથમ ટી૨૦ વર્લ્‍ડકપ ભારતે જીત્‍યો હતો અને એ ચેમ્‍પિયન ટીમના ખેલાડી યુવરાજસિંહએ ટુર્નામેન્‍ટમાં ઈંગ્‍લેન્‍ડના સ્‍ટુઅર્ટ બ્રોડની એક ઓવર (ભારતના દાવની ૧૯મી ઓવર)ના ૬ બોલમાં જે ૬ સિકસર ફટકારી હતી. એનો વિડિયો યુવીના કરોડો ક્રિકેટપ્રેમીઓએ વારંવાર જોયા હશે. જોકે ખુદ યુવી પણ એમાં અપવાદ ન કહી શકાય. (૧૯ સપ્‍ટેમ્‍બર) યુવીનીએ ઐતિહાસિક ફટકાબાજીને ૧૫ વર્ષ પૂરાં થયાં હતાં એ નિમિત્તે ખુદ યુવીએ પુત્રને ખોળામાં બેસાડીને એ વિડિયો જોયો હતો. યુવીએ પછીથી ઈન્‍સ્‍ટાગ્રામ પરના પોતાના પેજ પર આ વિડિયો પોસ્‍ટ કરવાની સાથે કેપ્‍શનમાં લખ્‍યું હતું. ‘૧૫ વર્ષ પછી યાદગાર ૬ સિકસરની ઘટના ભેગા બેસીને જોવા માટે મને (દિકરાથી) ચડિયાતો પાર્ટનર મળી જ ન શકયો હોત.'  ઈન્‍સ્‍ટાગ્રામ પર યુવરાજના ૧૫૧ લાખ કરતાં વધુ ફોલોઅર્સ છે. યુવી પોતાના પેજ પર સમયાંતરે પોતાના જીવન અને કરીઅર વિશેના અપડેટ્‍સ શેર કરતો રહે છે.

(4:17 pm IST)