Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભારતીય ટેસ્ટ ટીમમાં ચોથા નંબરને લઈને જોરદાર દ્વીધા

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની પોન્ટિંગનો અભિપ્રાય :ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં અન્ય ક્રિકેટરો ઉપર વધારે દબાણ આવે એવું અનુમાન

મેલબોર્ન, તા. ૨૦ : પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવુ છે કે શાનદાર કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલી ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફરશે તો ભારતીય ટીમ હજુ પણ પોતાના બેટ્સમેનના ક્રમને લઇને નિશ્ચિત નથી. મેદાનમાં ક્યાં ખેલાડીને ક્યા નંબર પર ઉતારવો તેને મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ ૩૨ વર્ષના કોહલીને પહેલી વખત પિતા બનવાના સમયને સારી રીતે માણી શકે તે હેતુથી તેમજ પહેલા બાળક વખતે પત્ની અનુષ્કા સાથે રહી શકે તે માટે સમય આપ્યો છે. વિરાટની ગેરહાજરીમાં બીજા ખેલાડીઓ પર દબાણ આવે તે સ્વાભાવિક છે. વિરાટની નેતૃત્વ ક્ષમતા અને તેનો મેચ પ્રત્યેનો લગાવ જરૂરથી દેખાશે.

વિરાટ કોહલીની જગ્યાએ ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે? રિકી પોન્ટિંગે કહ્યું, 'તમને લાગે છે કે રહાણે કેપ્ટનશીપ સંભાળશે, પરંતુ તેનાથી તેના પર વધારાનું દબાણ આવશે અને તે અત્યંત પ્રભાવશાળી રહેશે. તમારે નિર્ણાયક ચોથા નંબર પર બેટિંગ કરવા માટે કોઈ બીજું શોધવું પડશે.

પોન્ટિંગે કહ્યું કે, "મને નથી લાગતું કે તે હજી સ્પષ્ટ છે કે તેની પહેલા ટેસ્ટમાં બેટિંગનો ક્રમ કેવો રહેશે? કોણ ઇનિંગની શરૂઆત કરશે, કોહલી ન હોય ત્યારે ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે? '

ભારતીય આક્રમક બોલિંગનું નેતૃત્વ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી કરશે. ઈશાંત શર્મા જો ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થવાથી સ્વસ્થ થયો તો ભારત તેને ટીમમાં સ્થાન આપશે જ્યારે ઉમેશ યાદવ અને નવદીપ સૈની પણ ભારતની ટેસ્ટ ટીમમાં ભાગ લેશે.

પોન્ટિંગ માને છે કે ઘણા બધા વિકલ્પો છે. કારણ એ છે કે ભારતને યજમાન કરતા વધુ પ્રશ્નોના જવાબો શોધવા પડશે. પોન્ટિંગે કહ્યું, 'પુકોવસ્કી અને ગ્રીનની હાજરીમાં ઓસ્ટ્રેલિયા સામેજે પ્રશ્ન છે મને લાગે છે કે ભારતને તેના કરતાં વધુ પ્રશ્નોના જવાબો શોધવાની જરૂર છે. પોન્ટિંગે કહ્યું, 'શમી, જસપ્રિત બુમરાહ – ઈશાંતને મેદાનમાં ઉતારવા જોઇએ, અથવા ઉમેશ યાદવને સૈની કે સિરાજ જેવા યુવા ખેલાડીને તક આપવી જોઈએ? '

(9:01 pm IST)