Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોપા અમેરિકા ટુર્નામેન્ટ માટેની બ્રાઝિલની ટીમે જાહેરાત

નવી દિલ્હી: સ્ટાર સ્ટ્રાઈકર નેમાર કોપા અમેરિકા ફૂટબોલ  ટૂર્નામેન્ટમાં બ્રાઝિલના હુમલાનું નેતૃત્વ કરશે, જ્યારે ડિફેન્ડર થિયાગો સિલ્વાને તાજેતરમાં ઇજા થવા છતાં ટીમમાં સામેલ કરવામાં આવી છે. કોચ ટાઇટે બુધવારે 24 સભ્યોની ટુકડીની જાહેરાત કરી હતી. રવિવારે આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે જેનું સંચાલન બ્રાઝિલ કરશે. આર્જેન્ટિના અને કોલમ્બિયા સહ-હોસ્ટિંગથી પીછેહઠ કર્યા બાદ બ્રાઝિલને આ ખંડીય ટૂર્નામેન્ટનું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બ્રાઝિલની ટીમમાં મોટે ભાગે એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે જેની તાજેતરમાં જ દક્ષિણ અમેરિકાના વર્લ્ડ કપ ક્વોલિફાઇ માટે પસંદગી કરવામાં આવી હતી. ચેલ્સીના ડિફેન્ડર થિયાગો સિલ્વા ટીમમાં પાછા ફર્યા છે. ઈજાના કારણે તે આ મેચોમાં રમી શક્યો ન હતો. નેયમારે અગાઉ કહ્યું હતું કે તે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માંગશે પરંતુ કોપા અમેરિકા માટેની ટીમમાં પસંદગી થયા બાદ બંને ટૂર્નામેન્ટોમાં ભાગ લેવાની સંભાવના નથી.

(4:43 pm IST)