Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

રોમાંચક મેચમાં UP વોરિયર્સનો ગુજરાત જાયન્ટ્સ સામે વિજય : WPL પ્લેઓફમાં સુરક્ષિત સ્થાન

નવી દિલ્હી: ગુજરાત વિ યુપી મેચ WPL મેચઃ વિમેન્સ પ્રીમિયર લીગ એટલે કે WPLની પ્રથમ સિઝનની 17મી લીગ મેચ 20 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યુપીની ટીમનો 3 વિકેટે વિજય થયો હતો. આ સાથે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ રીતે ગુજરાત જાયન્ટ્સ અને આરસીબીની પ્લેઓફમાં પહોંચવાની આશાનો અંત આવી ગયો હતો. યુપી ટીમનો વિજય ગ્રેસ હેરિસે લીધો હતો, જેણે ધમાકેદાર 72 રન બનાવ્યા હતા.

 

(7:29 pm IST)