Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

આવતા વર્ષે પણ રમશે ધોની

છેલ્‍લા બે વર્ષથી જે સવાલ ઊઠયા હતા એ સવાલ હતા કે ‘શું ધોની આગામી સીઝનમાં રમતો દેખાશે?' તો જવાબ મળ્‍યો કે ધોની આવતા વર્ષે પણ પીળી જર્સીમાં દેખાશે.

રાજસ્‍થાન સામેની મેચમાં ધોનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આખરે એને સવાલ પૂછવામાં આવ્‍યો કે‘તું આગામી સીઝનમાં રમશે?' ત્‍યારે ધોનીએ એક જ શબ્‍દમાં જવાબ આપ્‍યો ‘ચોક્કસ. ચેન્નઇમાં રમ્‍યા વગર ચેન્નઇની ટીમના પ્રશંસકોનો આભાર હું કઇ રીતે માની શકું.'

(3:55 pm IST)